હૈદરાબાદ સામે ની જીત બાદ ધોની એ કહ્યું : તેમની ટીમે વ્યૂહરચના ને સારી રીતે કાર્યાન્વિત કરી
હૈદરાબાદ સામે ની જીત બાદ ધોની એ કહ્યું : તેમની ટીમે વ્યૂહરચના ને સારી રીતે કાર્યાન્વિત કરી
स्पोर्ट्स

હૈદરાબાદ સામે ની જીત બાદ ધોની એ કહ્યું : તેમની ટીમે વ્યૂહરચના ને સારી રીતે કાર્યાન્વિત કરી

news

દુબઇ/ નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હી.સ.) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 રનની જીત બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, તેમની ટીમે વ્યૂહરચનાને સારી રીતે કાર્યાન્વિત કરી. હૈદરાબાદ સામેની મેચમાં સીએસકે પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા, જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન જ બનાવી શકી. મેચ બાદ ધોનીએ કહ્યું કે, અમને હૈદરાબાદ સામેની રણનીતિના સારા અમલીકરણની જરૂર હતી અને અમે તે કર્યું. ધોનીએ કહ્યું, "મને લાગે છે કે તે મહત્વનું છે કે, તમને બે પોઇન્ટ મળે. આજે અમે સારું પ્રદર્શન કર્યું, તે મેચ હતી જે 'પરફેક્ટ' ની નજીક હતી. એક-બે ઓવર થોડી વધુ સારી હોઇ શક્તિ હતી, પરંતુ આ મેચ સારી હતી. અમે ઘણું સુધારી શકીએ છીએ, પરંતુ અમે હવે ઠીક છીએ જો તમે મેચ જીતતા રહો તો પોઈન્ટ ટેબલ સારું રહેશે. પોઇન્ટ ટેબલ જોવામાં કોઈ મતલબ નથી, પરંતુ આપણે ફરીથી જોશું કે, આપણે શું સુધારી શકીશું.અગત્યની વાત એ છે કે કંઈપણ છુપાવશો નહીં કારણ કે તમે મેચ જીતી લીધી છે. " સૈમ કરનના પ્રદર્શન અંગે ધોનીએ કહ્યું, "સૈમ અમારા માટે સંપૂર્ણ ક્રિકેટર છે અને તમને આવા ઓલરાઉન્ડરની જરૂર છે. તે બોલને સારી રીતે પ્રહાર કરે છે, તે બેટિંગમાં ઉપલા ક્રમમાં રમી શકે છે અને તે સ્પિનરોને સારી રીતે રમે છે. "જો કોઈ લયની જરૂર હોય તો તે અમને 15 થી 45 રન આપી શકે છે. મને લાગે છે કે ટૂર્નામેન્ટની પ્રગતિ થતાં જ તે ડેથ બોલિંગમાં વધુ આરામદાયક રહેશે." ઉલ્લેખનીય છે કે, સૈમ કરને હૈદરાબાદ સામે સીએસકે માટે ઇનિંગની શરૂઆત કરી હતી અને 21 બોલમાં ઝડપી 31 રન રમ્યા હતા. હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /માધવી-hindusthansamachar.in