એન્ડ્રીઆ પિરલો ની અન્ડર -23 ટીમના કોચ તરીકે નિમણૂક

એન્ડ્રીઆ પિરલો ની અન્ડર -23 ટીમના કોચ તરીકે નિમણૂક
એન્ડ્રીઆ પિરલો ની અન્ડર -23 ટીમના કોચ તરીકે નિમણૂક

નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) જુવેન્ટસ એ, તેમના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા મિડફિલ્ડર, એન્ડ્રીઆ પિરલો ની અન્ડર -23 ટીમના કોચ તરીકે નિમણૂક કરી છે. વ્યાપકપણે તેની પેઢીના મહાન મિડફિલ્ડર તરીકે માનવામાં આવે છે, પીરલો એ, જુવેન્ટસ તરફથી રમતા પહેલા, એસી મિલાન સાથે એક દશક નો સમય ગાળ્યો હતો. જુવેન્ટસ માટે તેણે ચાર વર્ષમાં ચાર લીગ ટાઇટલ અને એક ઇટાલિયન કપ જીત્યો. તેણે જુવેન્ટસને 2015 માં છોડી દીધુ હતું અને મેજર લીગ સોકર ક્લબ ન્યુ યોર્ક સિટી સાથે તેની રમતની કારકીર્દિનો અંત કર્યો હતો. જુવેન્ટુસે એક નિવેદનમાં કહ્યું, "આજથી એન્ડ્રીઆ પીરલો અને જુવેન્ટસ માટે એક નવું સાહસ શરૂ થાય છે. તેઓ પાંચ વર્ષ પછી સાથે કામ કરવા પાછા આવી રહ્યા છે. એન્ડ્રિયા અંડર -23 ટીમના નવા કોચ છે." તેમણે કહ્યું, "જુવેન્ટસના ચાહકોને ખુશ કરી શકે તેવા પુનરાગમન માટે હવે એક નવો પડકાર પ્રતીક્ષામાં છે. સ્વાગત, કોચ પીરોલો!" પીરોલો તેની કારકિર્દી દરમિયાન ઇટાલી માટે 116 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. 2006 માં ઇટાલીને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હિન્દુસ્થાન સમાચાર / દીપેશ શર્મા /માધવી-hindusthansamachar.in